
ખડખડ વહેતી નદી પણ એના કિનારા સુકા આતે કેવું અજબ કહેવાય…આવું કેમ હશે એનો જવાબ ખબર નથી…શું પાણીને ભીનાશ જોડે નિસ્બત ખરી? શુ સંબધ ને લાગણીઓ જોડે નિસ્બત ખરી? શું દોસ્તી ને પરસ્પરતા જોડે નિસ્બત ખરી?
જીંદગી એક અજીબ કોયડો છે અને માણસ સંબધ નામના પરિસરમાં ગુંચવાયેલું વર્તુળકાર ફરતું જીવડું છે. પ્રેમ,અહંકાર,સ્વાર્થ આ રમતના પેદા છે.પરસ્પરની હોડ આપણે એક વિચિત્ર અંત તરફ લઇ આવે છે ને ત્યારે કશુંક ગુમવાનો રંજ કશું મળ્યાનો આનંદ કરતા વધું હોય છે…દુર ખરી પડતા તારા ની માફક્…