Posted by: nehalnidiary | ઓગસ્ટ 18, 2008

પ્રેમમાં પડવું એટલે જ “પડવું”

લાગણી ના કંતાનમાં મારો પણ એક તાંતણો હતો,
ને પ્રેમના સમંદરમાં મારું જહાજ પણ ડુબતું હતુ,

સપનાના મહેલ પણ  જમીનદ્સ્ત થયી ગયા હતા,
ને બસ જાણેકે અમે જીંદા લાશ બની ગયા હતા. 

દરેક સવાલ ને જવાબ નથી હોતાં ને દરેક વેદનાને અવાજ નથી હોતા,
ને દરેક આઘાત ને પ્રત્યાઘાત હંમેશા સરખા નથી હોતા

બસ હું  શું દાસ્તાન લખવાનો કે ખુદ એક દાસ્તાન બની ગયો છું,
(એક ઢળતી સાંજે)સળગી રહ્યી હતી પ્રેમની ચિત્તા કે હું રાખ બની ગયો.

-નેહલ શાહ

Advertisements
Posted by: nehalnidiary | ઓગસ્ટ 9, 2008

એકલતા……..

આજકાલ હું અલગ પ્રકારની એકલતા અનુભવું છું આજુ બાજુ અનેક દોસ્તો હોવા છતાં અનુભવાતી એકલતા…મારા મત પ્રમાણે એકલતા બે પ્રકાર ની હોય છે પહેલી કે તમારા સાથે કોઇ નથી હોતું (વગર દોસ્તો,વગર સ્વજનો)….ને બીજા પ્રકાર ની કે જે  હું અનુભવું છું બધુ હોવા છ્તાં અંતરની અંદરનો ખાલીપો…  આ પ્રકારમાં વિચલિત થયેલું મન એને જે જોયતું હોય છે તેનો પાછો વિચાર કરવા માંડે છે….વરસાદી વાતાવરણમાં આવો ખાલીપો એક અદભુત આંનદ આપે છે અને પછી મન જે કહેતું હોય એ કરવાનું..ને થોડા સમયમાં મનના મોજી બનવાનું પોતાની જાતને ઓળખવાની.

અમે તો મન ના મોજી હવા પાણી ને આકાશ અમારા સાથી

Posted by: nehalnidiary | જુલાઇ 28, 2008

ઍક ભાવભીની શ્રધ્ધાંજલી

બે દિવસ પહેલા થયેલા બોંમ્બ વિસ્ફોટ માં મ્રુત્યુ પામેલા લોકોની આત્મા ને 8શ્વર શાંતિ આપે…

એક નાનકડી પ્રાથના દ્બારા…………..

Mangal mandir kholo
   Dayaamay! Mangal mandir kholo.

Jeevan-van ati vege vataavyu,
   Dwaar ubho shishu bholo;
Timir gayu ne jyoti prakaashyoo,
   Shishu ne ur maan lo lo�. Dayaamay!
Naam madhur tam ratyoo nirantar,
   Shishu sah preme bolo;
Divya-trushaatur aavyo baalak,
   Prem-amiras dholo� Dayaamay!

માનવ માનવ બની રહે તો સારું …હે ઇશ્વર આ અલ્પ બુધ્ધિવાળા લોકો ને થોડી સમજ આપે…

અદભુત લાઇન “ઇકબાલ” movie માંથી….

જ્યાં ખંતના 99% હોય છે ત્યાં નસીબનો 1% નડતો નથી એવું મારું મંતવ્ય છે અને બીજી એ પણ હું માનુ છું કે મોટા ભાગે પ્રગતિ કરવા માટે અથાગ મહેનત ઉપરાંત commitement જરુરી છે બાકી દરેક વ્યક્તિ સચીન નથી હોતી પણ મહેનત કરવાથી દ્ર્વિડ તો બની જ શકાય છે…એ જે પણ હોય પરંતુ આજ કાલ એક બૂક વાંચુ છું જેમાં multi talent વ્યિક્તની વાત છે જે ને scanner કહેવાય….વધું આવતી વખતે…

Posted by: nehalnidiary | જુલાઇ 5, 2008

“Chage is the only constant” ….પણ…..

છેલ્લા કેટલાક સમયથી હું આ વિષય પર વિચારી રહ્યો હતો અને હજું સુધી કોઇ ચોક્કસ વસ્તું નક્કી કરી નથી શક્યો…પણ કદાચ આ લખ્યા પછી કોઇ એનો સાચો અર્થ સમજાવશે એવી આશા છે…

આમ તો કોઇ પણ નવી બુક અથવા તો newspaper વિગેરે વિગેરે એક વસ્તુ પર બહું ભાર મૂકે છે કે આપણે સમય સાથે બદલાવું જોઇએ…અથવા તો બીજા શબ્દો માં Chage is the only constant…અને આ વાત સાચી છે સમય બદલાય છે એમ ટેક્નોલોજી બદલાય છે લોકો ની રહેણી-કરણી બદલાય છે તો એ રીતે જોવા જઇએ તો બધુ જ બદલાય છે પણ ઍ સાથે જ એક વસ્તુ constant છે અને તે છે “કુદરત ના નિયમો અથવા તો માણસના સિધ્ધાંતો ” કારણકે જમાનો કેટલો પણ બદલાય હજું પણ ભગવદગીતા કે અન્ય ધાર્મીક પુસ્તકો ના નિયમો અકબંધ છે આજે આપણએ કર્મની વાતો કરીયે છે પ્રમાણિક્,દ્ર્ઢતા વિગેરેની આજે પણ એટલી જ હદે સાચા છે.

તો આપણે આધ્યાત્મિક રીતે કઇ વસ્તુ બદલવાની વાત કરીયે છે૵ હું ભૌતિક વસ્તુઓ ની વાત નથી કરતો પણ મુલ્યો ની વાત કરુ છું…

Posted by: nehalnidiary | જુલાઇ 5, 2008

હા પસ્તાવો,વિપુલ ઝરણું !…………….

મંદાક્રાંતા રાગમાં લખાયેલી પંક્તિ ધોરણ 10 માં છંદ ભણતી વખતે વાંચી હતી…. અને આજકાલ મગજમાં ચાલી રહી છે..મૂળ તો આ લખવાનો મુખ્ય ઉદેશ જલદી ગુસ્સો આવતી દરેક વ્યકિત ને મારા વિચારો પ્રગટ કરવાનો છે..મેં એવું અનુભવ્યું છે કે ગુસ્સો ને અહંકાર એકબીજા સાથે પરસ્પર સંલગ્ન છે માણસ જલદી ગુસ્સો કરે કારણકે ઘણી વખત આવતો ગુસ્સો એઆપણી જાતમાં કેળવેલા અહંકારનું પરિણામ છે ને ગુસ્સો કર્યા પછી  થતા પસ્તાવા ની વાત છે. મન સતત ગુસ્સામાં બોલેલા શબ્દોની વિશે વિચારતું રહે છે ને અંતે આપણે આપણા કામમાં પણ ધ્યાન દોરવી શકતા નથી….બીજો સૌથી મહત્વનો  ગેરલાભ  એ છે કે ગુસ્સો જો અવાર્-નવાર આવે તો ગુસ્સાની value ધટી જાય છે લોકો તમારા ગુસ્સા ને lightly લેવાનું ચાલુ કરી દે….

એમ પણ ન કહી શકાય કે ગુસ્સો જરુરી નથી પણ દરેક વસ્તુ પ્રમાણ હોવું જોઇએ…ઓછો ગુસ્સો હેરાન નથી કરતો પણ વધુ જરુર…ગુસ્સો પેમમાં પણ હોય છે પણ ગુસ્સામાં પ્રેમ હોય તો કેવું સારું ૵

Posted by: nehalnidiary | મે 18, 2008

ધૂંધળી સાંજ

ધૂંધળી સાંજના અધાંરામાં દેખાતા ખુલ્લા આકાશને જોઇને હું ઍક બહું ઉંડા વિચારની ગર્તામાં ડૂબી ગયો….આજે આકાશ સાવ સાફ હતું.રોજ  આકશ સુંદર તારાઓ સાથે તેજ્સ્વી પ્રકાશ સાથે આવે છે પણ આજે એજ આકાશ તારા વગર શું અનુભવતું હશે અને એંની મજબુરી કેવી કે તારા ન હોવા છ્તાં પોતાના સ્થાન પરથી ખસી ન શકે…..અને અંધાંરામાં ખોવાઇ જતી ઍની વેદનાઓ….

કશુંક ગુમાવવાનો રંજ અને કશું મળવાની ઘેલછા પાછળ દોડતી જીંદગી….ને ઘટનાઓની વચ્ચે કાટમાળ ખાતી કેટ્લીય જીંદગીઓ…ગઇકાલે સિગ્નલ પર ભીખ માંગતા બાળકને જોઇને ઉદભવેલી વેદનાઓના લિસાટા હ્જું પણ હ્ર્દય પર કંડારેયલ છે અને પરમ દિવસે હું બસમાં જઇ રહ્યો તો ને આંખ સામે એક  નાનકડો accident જોયો.ધવાયેલ વ્યક્તિ મદદ માટે તરવરતો  હતો ને હેલ્મેટમાંથી જોવાયેલ એની બેચેન આંખો…

આવાતો અનેક સવાલો સાથે સવારે ઉગતી જિંદગી…પછી ઘણીવાર એમ થાયકે આજ સંસાર નું ચક્ર છે ને જો બધું બરાબર ચાલે તો લોકો ઉપરવાળા પરથી વિશ્વાસ ગુમાવી દેશે…

Posted by: nehalnidiary | મે 12, 2008

ફરી એક વખત…………..

ખરેખર દરેક વસ્તુ વિચારીયે અમ થતી નથી કારણકે મોટ ભાગની વસ્તુ માત્ર વિચાર જ રહી જાય છે અને તેનું આચરણ (implementaton) થતું નથી………..વિચારર્યું હતું કે રોજ બ્લોગ લખીશ પણ એ વિચાર જ રહી ગયો…….
ઘણી વખત એમ વિચાર આવે કે I.T. Industry માણસ ને પાંગળો બનાવે છે એક સમય હતો કે ભંયકર ઉનાળામાં પણ ભર બપોર ક્રિકેટ રમતા હતા હવે ઓફિસ ના A.C. થી ઍવી વિક્રુતિ આવી છે કે 35 C પણ જાણે સહન નથી થતી…આવા all time high inflation માં પણ લોકો ઍટલો જ ખાવાનો બગાડ કરે છે એમાં હું પોતે પણ સામેલ છું ખરેખર આના વિષે વિચારવું જરુરી છે.

ગયી કાલે Mother’s Day હતો ઘણા લોકો એમ કહે કે આ બધું Western Culture પણ મારો મત અલગ છે આ એક દિવસ છે જ્યારે માતા પ્રત્યે એક gratititude બતાવી શકાય છે એમાં ખોટું શું છે અને કોઇ પણ સંસ્કૃતિમાંથી સારુ શિખવામાં કોઇ નુકસાન નથી … આ વખતનો જય વસાવડા નો લેખ વાંચવા જેવો….

Posted by: nehalnidiary | માર્ચ 29, 2008

Murphy’s Law -If anything can go wrong, it will

આમ તો  હું Murphy’s Law વિષે બહું ખાસ જાણતો નથી,પરંતુ તેના વિષે થોડી ઘણી ખબર છે…એના કરતા એમ કહું તો ચાલે કે Murphy’s Law મારી જિંદગી સાથે વણાઇ ગયો છે…લગભગ રોજ-બરોજ ની  ધટના Murphy’s Law ને આધીન બની ગયી છે..જેમકે જે દિવસે ઑફિસે જવાનું મોડું થતું હોય ઍ દિવસે જ મોજા મળે નહીં  ને પાછી ઓફિસની બસ એજ દિવસે 5 મિનિટ વહેલી આવે…જે દિવસે વધારે ભૂંખ લાગી હોય એ જ દિવસે ખાવાનું બકવાસ હોય …ને આવી તો એટલી ધટનાઓ છે કે જેના પરિણામે હું ઍવું ચોક્કસ પણે માનવા લાગ્યો છે કે દરેક રોજીંદી ધટનાઓ Murphy’s Law ને ચોક્કસ પણે follow કરે છે ને મહત્વની વત એ છે કે Murphy’s Law  જે ધટનાને લાગું નથી પડતો એ પણ Murphy’s Law  જ છે મને ખબર નહિ કેટલા લોકો આ વાત સમજી શકે છે…..

Posted by: nehalnidiary | માર્ચ 23, 2008

મારો પહેલો બ્લોગ

આજે પહેલી વખત બ્લોગ લખવાનો પ્રયત્ન કરુ છું. છેલ્લા કેટલા વખતથી ગુજરાતી માં લખવાનું વિચારતો હતો,પણ ગુજરાતી FONT સેટ કરવામાં થોડી તકલીફ પડી…thanks to dhavalbhai…ઍમની વેબસાઇટ પરથી મળેલ હેલ્પથી હવે મારા માટે ગુજરાતીમાં લખવાનું શક્ય બન્યું…….(dhavalshah.com)

આજે આમતો કંઇ ખાસ પ્લાન નથી,એનો એ જ રવિવાર અને એ જ મોડું ઉઠવાનું,ઢોંસો નાસ્તામાં ખાવાનો….દર શુક્રવારે એમ વિચાર આવે કે આ વખતે વીકેન્ડ પર કંઇક વાચીંશ,પણ એ વિચાર જ રહી જાય છે. આમ તો દર રવિવારે ઉઠીને દિવ્ય-ભાસ્કરમાં શરદ ઠાકર અને ગુજરાત સમાચારમાં જય વસાવડાને વાંચવાનો કાર્યક્રમ હોય છે….પણ આજે ધુલેટીની રજાને કારણે એ પણ શક્ય ન બન્યું.પરંતુ, હા ગઇકાલે રીડગુજરાતી પર શરદ ઠાકરનો લેખ વાંચ્યો,મજા આવી ગયી….

મન બહુ ચંચળ છે ને પ્રત્યેક ક્ષણે વિચારોનો કાફલો બદલાતો રહે છે પણ એનું આત્મ-કેન્દ્રીં વલણ મોટેભાગે સંબંધો ના સરવાળા બાદબાકીમાં જ હોય છે એવો મારો મત છે…ગયા વર્ષે આ સમય મારા માટે ખૂબ જ કઠીણ હતો…ને તેનો અંત ખૂબ જ સુખદ રીતે આવ્યો..એની પાછળ મને મળેલા ઉત્તમ મિત્રો અને મારો પ્રિય ભાઇ જવાબદાર છે…પણ આ બધું મને એક બહું સરસ વાત શિખવાડી ગયી જે મેં બહું વખત “પરમ સમીપે-કુન્દિકા કાપડિયા”ની બૂકમાં વાંચી છે

 “જવાબ આપવાની એની પોતાની રીત છે” આમ તો એક જ વાક્ય છે પણ અર્થ ક્દાચ બહુ બધી સમસ્યાનું નિરાકરણ છે…જે ઉત્તરોત્તર ઇશ્ર્વર પ્રત્યેની શ્રધ્ધા વધારે છે…અનેક વખત આ વાચ્યાં અને વિચાર્યા પછી પણ ઘણી વખત ગફલત કરી બેસાય છે હજું એને પચાવતા થોડો સમય લાગશે…

« Newer Posts

શ્રેણીઓ