Posted by: nehalnidiary | સપ્ટેમ્બર 3, 2008

“એ જીંદગી ગલે લગાલે “

ઢળતી સાંજ ના બેનુર અંધારામાં ખીચુડ ખીચુડ ચાલતી તમારી જીંદગી મકસદ મેહતા.સિગારેટ ના ધુમાડા શરીરના દરેક ભાગમાંથી બહાર નીકળી રહ્યા છે ને તમારી જાત આવી ગર્દીશી જીંદગી સાથે રોજ લડી રહ્યી છે. અને આજે એકાએક ચાલતા ચાલતા તમારી નજર એક દેહાક્રુતિ પર સ્થિર થઇ ગયી ને તમને વાંચા હોય એવુ લાગ્યું

વાંચા હા વાંચા તમારી કોલેજ કાળની પ્રેમિકા ને જીવનસંગીની….કોલેજના ચાર વર્ષ તમે એક સાથે વિતાવ્યા ને તમારી પ્રેમ કહાની હર કોઇ જાણતું હતું. કોઇને સ્વપનેય ખ્યાલ ન હતો કે તમારા જેવા શાંત અને ગભીંર વ્યકિત ને વાંચા જેવી બોલકણી અને મજાકીયા કીસમની છોકરી પસંદ પડી જશે આ તો પ્રથમ વર્ષમાં લેબમાં પ્રેક્ટિલ કરતી વખતે આંખો થી આંખો નું મળવું ને તમારી પ્રેમ કહાની શરુઆત.ને ખરા શબ્દોમાં તમારા બન્ને ના ઘરે પણ આ વાતની ખબર પડી ગયી અને વાત બન્ને પરિવાર ને મંજુર હતી કારણકે કદાચ પૈસેટકે તમાર બન્નેનું ખાનદાન મધ્યમ વર્ગીય હતું અને તમે બન્ને બ્રાહ્મણ.  કિંતુ તમે નક્કી કરેલું કે તમે આગળ ભણશો અને એ વાત પર વાંચા પણ સંમત હતી ને તે તમારી કહેતી કે “તારું નામ મક્સદ છે ને તારે તો ખુબ આગળ વધવાનું છે.” ને બસ પછી તો તમે વધુ ભણવા પુને ચાલ્યા ગયા ને વાંચાને તમારી કોલેજ માં લેક્ચરર ની જોબ મળી ગયી.
તમારું  M.B.A ખતમ થવા આવી હતું.તમારા પરિવારજણોએ આ 15મી ઓગસ્ટે તમારી સગાઇ વાંચા સાથે નક્કી કરી હતી.ને એ માટે વાંચા તમારા માટે ખરીદી કરવા નીકળી અનેક સપના આંખોમાં લઇને…ને એકાએક સમગ્ર વિશ્વ સમાચારથી ખળભળી ઉઠ્યું કે અમદાવાદમાં 22 બોમ્બ બ્લાસ્ટ થયા છે ને જે બસમાં વાંચા તમારા માટે ખરીદી કરવા નીકળી તે બસ પણ બ્લાસ્ટ થી ભુકે ભુકા થઇ ગયી છે ને તમે વાંચાને ગુમાવી બેઠા…ત્યારથી તમે જીંદગી પ્ર્ત્યેનો રસ ગુમાવી બેઠા છો ને માત્ર તમારા પરિવાર માટે જીવો છો..તમે અવાર નવાર ઉપરવાળને પ્રશ્ન પૂછો કે “આવું નિર્દોષો સાથે જ કેમ ?”

ને આજે ફરી એકવાર આ દેહાક્રુતિને જોઇને વાંચાની સ્મ્રુતિ તમારા માનસપટ પર આવી ગયી…પણ કદાચ તમે એ વાતથી અંજાણ છો કે મકસદ કે આ સ્ત્રીની પીડા તમારા કરતા બમણી છે કારણકે જે દિવસે તે માતા બની એ દિવસે એનો પતિ વાંચાની બાજુની સીટ પર બેઠો હતો..તમે માત્ર કોઇને ગુમાવાનો રંજ અનુભવો છો પણ આ સ્ત્રી કોઇને મેળવી ને (બાળક) કોઇને ગુમાવવાનો રંજ અનુભવી રહ્યી છે..જે કદાચ તમારી કલ્પનાની બહાર હશે..અને આજે ડોક્ટરે આપેલો રીપોર્ટ તમે ખોલશો તો ખબર પડશે કે તમે બ્લડ-કેંસરથી પીડાવો છે ને આ 15મી ઓગ્સ્ટ તમારા માટે છેલ્લે તારીખ છે..જો કદાચ આજે વાચા જીવતી હોતતો તે પણ આ સ્ત્રી જેવી જ વેદના અનુભવત…

ને તમે પાછળ વાગતું ગીત સાંભળી રહ્યા “એ જીંદગી ગલે લગાલે “

Advertisements

Responses

 1. nehal it was really a good story.same like nasir ismaily. gr8 goin. best of luck 4 next.

 2. great story yaar…keep it up..expecting another like this…

 3. Bro….This is amazing story… too good… i loved the style you have written in.. gr8 going… i m really happy that you have kept your hobby alive…
  this is just one more way you make me feel proud of being your brother…
  looking for more like this…

 4. Nehal……….My childhood frnd……………there is a poet beneath a PJ cracker han……I didn’t know that……But after reading a can definetly feel the depth of the story…..amazing man………Keep posting

 5. amazing dear friend.It is nice to find that my friend who used to start sentence with ‘ek joke kahu’ is such an excellent writer too.it is really enjoying to read story/poem in our own mothertongue.keep it up.waiting for more…..

 6. મને તો નસીર ઇસ્માઇલીની જ લાગે છે 😉

 7. Superb! I liked your story a lot, Nehal. Well done! I can’t believe you are only 24 and writing such nice story. Keep it up! Bina.
  http://binatrivedi.wordpress.com/

 8. Maheshh…. bou kari hoo..

  Every incident, man-made or natural, leaves several losses on serveral personal fronts. Some noticed and some move into the silent history of memories in a few people’s minds.

  Peace. Prayers.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: